ગુજરાતી ફકરા નંબર- 5
કેટલાક વર્ષો પહેલા જાપાનનાં બાળકોએ જવાહરલાલ નહેરુને પત્ર લખ્યો અને તેમને હાથી મોકલવાની વિનંતી કરી. ભારતીય બાળકો તરફથી તેમને એક સુંદર હાથી મોકલ્યો. આ હાથી મૈસૂરથી આવ્યો હતો. તેને દરિયાઇ માર્ગ (વહાણમાં) જાપાન મોકલવામાં આવ્યો. એ જ્યારે ટોકિયો પહોચ્યો ત્યારે હજારો બાળકો તેને જેવા આવ્યાં. તેમાંનાં ઘણાંએ કયારેય હાથીને જોયો ન હતો. આ ભવ્ય પ્રાણી આ રીતે ભારતનું એક પ્રતીક તેમજ તેમનાં અને ભારતનાં બાળકો વચ્ચે કડી (સાંકળ) રૂપ બન્યું, નેહરુ ઘણા જ ખુશ થયા કે આપણી આ ભેટે જાપાનનાં ઘણાં બાળકોને પુષ્કળ આનંદ આપ્યો અને તેમને આપણા દેશ વિશે વિચાંરતા કરી મૂકયા.
Leave a Reply