સૌથી મોટામાં મોટી સંખ્યા
આપેલા અંકો માં સૌથી મોટો અંક પ્રથમ નંબરે લખો બાકીના અંકો જમણી બાજુ ઉતરતા ક્રમમાં લખવાથી તે અંકો થી બનતી સંખ્યા સૌથી મોટામાં મોટી સંખ્યા બને છે.
ઉદાહરણ 9,8,3,5 અને 6 એ પાંચ અંકોને એક જ વાર વાપરવાથી બનતી મોટામાં મોટી સંખ્યા 98653 છે.
જો ચાર અંક આપેલા હોય અને છ અંકની મોટામાં મોટી સંખ્યા બનાવવાનું કહે તો મોટા અંકને બે વખત વધુ વાપરવો.
ઉદાહરણ 4,8,3 અને 6 માંથી મોટામાં મોટી છ અંકની સંખ્યા બનતી મોટામાં મોટી સંખ્યા 888643 છે. 8 અંક મોટો હોવાથી એને વધુ વાર વાપર્યો છે.
સૌથી નાનામાં નાની સંખ્યા
આપેલ અંકો માંથી સૌથી નાનો અંક પ્રથમ નંબરે લખો(0 હોય તો ન લખવો) તે પછી ના અંકો જમણી તરફ ચડતા ક્રમમાં લખો.
ઉદાહરણ 5,3,6,8 અને 9 અંકો થી નાનામાં નાની પાંચ અંકની સંખ્યા 35689 છે.
જો ચાર અંક આપેલા હોય અને છ અંકની નાનામાં નાની સંખ્યા બનાવવાનું કહે તો નાનો અંક બે વાર વધુ વાપરી શકાય.
ઉદાહરણ 8,4,3 અને 2 માંથી નાનામાં નાની છ અંકની સંખ્યા 222438 બને છે.
2 અંક નાનો હોવાથી એને વધુ વાર વાપર્યો છે.
જો કોઈપણ સંખ્યામાં 0 અંક આપેલો હોય તો તેને બીજા નંબરે લખો.
ઉદાહરણ 3,9,0 અને 4 અંકોથી નાનામાં નાની ચાર અંકની સંખ્યા 3049 બને છે.
અંકની સંખ્યા
એક અંકવાળી કુલ સંખ્યા 10 છે. (0 થી 9)
બે અંકવાળી કુલ સંખ્યા 90 છે. (10 થી 99)
ત્રણ અંક વાળી કુલ સંખ્યા 900 છે. (100 થી 999)
ચાર અંક વાળી કુલ સંખ્યા 9000 છે. (1000 થી 9999)
JNV (Arithmetic)Maths Quiz
સંખ્યા અને સંખ્યા પદ્ધતિ સ્વાધ્યાય – 1.4
સ્વાધ્યાય 1.5 માટે અહીં ક્લિક કરો
Leave a Reply