Categories: Uncategorized

રસ્તા પર ચા વેચતા જોવા મળ્યો ગૌતમ અદાણીનો હમશકલ, વાયરલ વીડિયોએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ, જુઓ

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આનું કારણ તેનો ચહેરો છે. જેને જોઈને લોકો દંગ રહી ગયા, કારણ કે તે વ્યક્તિ પ્રખ્યાત ઉદ્યોગપતિ ગૌતમ અદાણી જેવી લાગતી હતી. મુંબઈના અંધેરી રેલ્વે સ્ટેશન પાસે એક ચાટ વેચનારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, એક વ્યક્તિ ચાટ વેચનારની સામે મોબાઇલ પર અદાણીનો ફોટો બતાવતો અને ચાટ વેચનાર સાથે તેની તુલના કરતો જોવા મળે છે.

વીડિયો શેર કરનાર યુઝરે લખ્યું, “ગૌતમ અદાણીનો ભાઈ અંધેરી સ્ટેશન પાસે ચાટ વેચી રહ્યો છે, અને બીજી તરફ ગૌતમ અદાણી અબજોપતિ બની ગયો. પણ કોઈએ તેના ભાઈને મદદ ન કરી, દુઃખની વાત છે.” જોકે આ ટિપ્પણી મજાકમાં લખવામાં આવી હતી, પરંતુ તેણે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી. X પર આ વીડિયો વાયરલ થતાં જ યુઝર્સે આના પર રમુજી ટિપ્પણીઓ કરી રહ્યા છે. જોકે, કેટલાક લોકોએ આ દાવાની સત્યતા ચકાસવાનો પણ પ્રયાસ કર્યો. AI સંચાલિત ફેક્ટ-ચેકિંગ ટૂલ ગ્રોકે ખુલાસો કર્યો કે, આ ચાટવાળાને અદાણી પરિવાર સાથે કોઈ સંબંધ નથી અને તે માત્ર સંયોગને કારણે સમાચારમાં આવ્યો છે.

 

આ પહેલી વાર નથી જ્યારે કોઈ સેલિબ્રિટીના હમશકલ હેડલાઇન્સમાં આવ્યા હોય. તાજેતરમાં, પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં એક માણસને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે તે ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્ક જેવો દેખાતો હતો. આ પાકિસ્તાની વ્યક્તિનો વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં તે તેના મિત્રો સાથે ભાત ખાતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં, તેના મિત્રો મજાકમાં તેને એલોન મસ્ક કહે છે.

Vijay Senjaliya

Recent Posts

ધનશ્રી-ચહલ નહીં, 21 વર્ષ પહેલા આ હસીનાએ લીધા હતા સૌથી મોંઘા છૂટાછેડા, ભરણપોષણ માટે માંગી હતી એટલી મોટી રકમ કે ઉડી ગયા બધાના હોશ!

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીનો સંબંધ આખરે તૂટી ગયો. ભરણપોષણની મોટી રકમને કારણે આ બંનેના છૂટાછેડા…

17 hours ago

લગ્ઝરી કાર સાથે સેલ્ફી ક્લિક કરી રહ્યો હતો ગરીબ વ્યક્તિ, આનંદ મહિન્દ્રાએ જૂનો વીડિયો પોસ્ટ કરી લખી દિલની વાત

આનંદ મહિન્દ્રા તેમના ખુશખુશાલ સ્વભાવ માટે જાણીતા છે. તે હંમેશા એવા લોકોને પ્રોત્સાહિત કરતા જોવા…

2 days ago

સારંગપુરમાં પેન્ટના ખિસ્સામાં રાખેલો મોબાઈલ ફોન થયો બ્લાસ્ટ, યુવકનો પ્રાઈવેટ પાર્ટ બળી ગયો, હોસ્પિટલમાં કરાયો દાખલ, જુઓ કિસ્સો !

સારંગપુરમાં યુવકના ખીસામાં આ ફેમસ કંપનીનો મોબાઈલ ફાટ્યો, બિચારા યુવકનો પ્રાઈવેટ પાર્ટ બળી ગયો, જાણો…

3 days ago

धनश्री वर्मा से तलाक के बीच युजवेंद्र चहल का आरजे महवाश के साथ वीडियो वायरल- जानिए सच!

भारतीय क्रिकेटर युजवेंद्र चहल और उनकी कोरियोग्राफर पत्नी धनश्री वर्मा पिछले काफी समय से अपने…

3 days ago