યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીનો સંબંધ આખરે તૂટી ગયો. ભરણપોષણની મોટી રકમને કારણે આ બંનેના છૂટાછેડા પણ ચર્ચામાં રહ્યા. આ રકમ 4.75 કરોડ રૂપિયા છે. પણ શું તમે જાણો છો ? 21 વર્ષ પહેલાં, એક અભિનેત્રીએ આ કપલ કરતાં પણ વધુ રકમ ભરણપોષણ તરીકે લીધી હતી
આ છૂટાછેડા એક શ્રીમંત પરિવારના નવાબના હતા, જેમણે ફિલ્મ ‘પરંપરા’ થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી, ફ્લોપ ફિલ્મોની શ્રેણી ચાલી. પરંતુ તેમને ઓળખ ફરહાન અખ્તરની ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’ થી મળી. જે પછી તેમણે ફિલ્મોમાં એવા પાત્રો ભજવ્યા જે આજે પણ લોકપ્રિય છે. આ અભિનેતા બીજું કોઈ નહીં પણ 54 વર્ષનો સૈફ અલી ખાન છે.
સૈફને 12 વર્ષ મોટી હિરોઈન સાથે થયો પ્રેમ
सैफ અલી ખાનને તેના કરતા 12 વર્ષ મોટી હિરોઈન અમૃતા સિંહ સાથે પ્રેમ થઈ ગયો. આ પ્રેમ એટલો ઊંડો હતો કે તેમણે ધર્મની દિવાલ તોડી નાખી અને 1991 માં લગ્ન કરી લીધા. લગ્નના એક વર્ષ પછી સારા અલી ખાનનો જન્મ થયો. આ પછી, 2001 માં ઇબ્રાહિમ અલીનો જન્મ થયો. પરંતુ, બે બાળકો અને 13 વર્ષના લગ્નજીવન પછી, તેમના સંબંધોમાં ખટાશ આવવા લાગી. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે 2004 માં બંને અલગ થઈ ગયા. આ છૂટાછેડા તે સમયે ખૂબ જ સમાચારમાં હતા. જેનું કારણ વર્ષો જૂના સંબંધનું તૂટવું અને ભરણપોષણનું હતું.
અમૃતાએ લીધી 5 કરોડ એલિમની
ટેલિગ્રાફને આપેલા એક જૂના ઇન્ટરવ્યુમાં, સૈફ અલી ખાને અમૃતા સિંહ અને તેમના છૂટાછેડા વિશે ખુલ્લેઆમ વાત કરી હતી. આ ઇન્ટરવ્યુમાં સૈફે કહ્યું હતું કે “મારે અમૃતાને 5 કરોડ રૂપિયા આપવાના હતા. મેં પહેલાથી જ 2.5 કરોડ રૂપિયા આપી દીધા છે. આ ઉપરાંત, મારા દીકરાના ઉછેર માટે દર મહિને 1 લાખ રૂપિયા આપવા પડશે. જ્યાં સુધી તે 18 વર્ષનો ન થાય. હું શાહરુખ નથી. મારી પાસે એટલા પૈસા પણ નથી. પણ મેં વચન આપ્યું છે કે હું એક એક રૂપિયો પાછો આપીશ. મારા મૃત્યુ સુધી સખત મહેનત કરવી પડે તો પણ હું આ કરીશ. હું જે કંઈ કમાઉ છું તે જાહેરાતો, સ્ટેજ શો અને ફિલ્મોમાંથી છે. મારી પાસે જે કંઈ છે તે મારા બાળકોનું છે. અમારો બંગલો પણ અમૃતા અને બાળકોનો છે. હું અમૃતા સાથે કોઈ પણ પ્રકારનો સંઘર્ષ ઇચ્છતો નથી. તે મારા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ રહી છે. તે અને મારા બાળકો ખુશ રહે હું ફક્ત એજ ઈચ્છું છું.”
Leave a Reply