ગુજરાતી ફકરા નંબર- 2
આ એક રવિવાર નો દિવસ હતો. હરીશ બગીચામાં પોતાના મિત્રો સાથે રમી રહ્યો હતો. પાસેજ એક તળાવ હતુ. હરીશ તરવાનું વિચારતો હતો. તે છાલક મારી ને તળાવ માં કૂદી ગયો. તળાવ નાં બીજા કિનારે પાણીમાં કેટલીક બતકો હતી. હરીશ ઠંડા પાણી અને હળવા તડકા નો આનંદ લેતા તરયો. અચાનક તેણે જોરદાર અવાજ સાંભળ્યો અને પાણી છલકાઈ ગયુ. તેણે ચારે બાજુ જોયું કે ક્યાંક કોઈ એ તળાવ માં ડૂબકી તો નથી મારી ને. તેને કોઈપણ દેખાયું નહિ.
Leave a Reply