અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓ–
અવિભાજ્ય સંખ્યાઓ મૂળ સંખ્યાઓ- જે સંખ્યા ના બે જ અવયવ હોય તેને અવિભાજ્ય સંખ્યા કહે છે અવિભાજ્ય સંખ્યા ના અવયવ એક અને તે સંખ્યા પોતે હોય છે.
2 અવયવ 1, 2 (2એ 1 ઘડીયામાં અને 2 ઘડીયામાં આવે છે. ) જેથી 2 અવિભાજ્ય સંખ્યા છે.
વિભાજ્ય સંખ્યા કે સંયુક્ત સંખ્યા- જે સંખ્યાને બેથી વધુ અવયવ હોય તેને વિભાજ્ય સંખ્યા કહે છે.
4 અવયવ 1, 2, 4 (2એ 1 ઘડીયામાં, 2 ઘડીયામાં અને 4 ઘડીયામાં આવે છે. ) જેથી 4 વિભાજ્ય સંખ્યા છે.
સંખ્યા | અવિભાજ્ય સંખ્યા (મુળ સંખ્યા) | અવિભાજ્ય સંખ્યા કેટલી? |
2 થી 10 | 2,3,5,7 | 4 |
11 થી 20 | 11,13,17,19 | 4 |
21 થી 30 | 23,29 | 2 |
31 થી 40 | 31,37 | 2 |
41 થી 50 | 41,43,47 | 3 |
51 થી 60 | 53,59 | 2 |
61 થી 70 | 61,67 | 2 |
71 થી 80 | 71,73,79 | 3 |
81 થી 90 | 83,89 | 2 |
91 થી 100 | 97 | 1 |
101 થી 110 | 101,103,107,109 | 4 |
111 થી 120 | 113 | 1 |
121 થી 130 | 127 | 1 |
131 થી 140 | 131,137,139 | 3 |
141 થી 150 | 149 | 1 |
કુલ | 35 |
પૂર્વગામી સંખ્યા અને અનુગામી સંખ્યા-
પૂર્વગામી ( પુરોગામી ) સંખ્યા-
પૂર્વગામી ( પુરોગામી ) સંખ્યા અને અનુગામી સંખ્યા આપેલી સંખ્યાની પહેલાં તરત જ આવતી સંખ્યાને પૂર્વગામી સંખ્યા કહે છે.
ઉદાહરણ – 12 એ 13 પહેલાં આવતી સંખ્યા છે .
માટે 12 એ 13 ની પૂર્વગામી સંખ્યા છે .
પૂર્વગામી સંખ્યા આપેલી સંખ્યા કરતાં 1 જેટલી નાની હોય છે .
જો x એ yની પૂર્વગામી સંખ્યા હોય , તો y- x = 1 અથવા x- y = −1 હોય છે .
અનુગામી સંખ્યા-
આપેલી સંખ્યાની પછી તરત જ આવતી સંખ્યાને અનુગામી સંખ્યા કહે છે .
ઉદાહરણ – 25 એ 24 પછી આવતી સંખ્યા છે .
માટે 25 એ 24 ની અનુગામી સંખ્યા છે .
અનુગામી સંખ્યા આપેલી સંખ્યા કરતાં 1 જેટલી મોટી હોય છે .
જો x એ yની અનુગામી સંખ્યા હોય , તો x – 9 = 1 અથવા y – x = 1 હોય છે.
બાળકોને યાદ રખાવવા માટે પુર્વજોનુંં ઉદાહરણ આપી શકો. દાદા, પિતા, પુત્ર દ્વારા શીખવી શકાય.
Leave a Reply