અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓ(સ્વાધ્યાય 1.2)
અવિભાજ્ય સંખ્યાઓ મૂળ સંખ્યાઓ- જે સંખ્યા ના બે જ અવયવ હોય તેને અવિભાજ્ય સંખ્યા કહે છે અવિભાજ્ય સંખ્યા ના અવયવ એક અને તે સંખ્યા પોતે હોય છે.
2 અવયવ – 1, 2 (2એ 1 ઘડીયામાં અને 2 ઘડીયામાં આવે છે. ) જેથી 2 અવિભાજ્ય સંખ્યા છે.
અવિભાજ્ય સંખ્યાઓ મૂળ સંખ્યાઓ- 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97
વિભાજ્ય સંખ્યા કે સંયુક્ત સંખ્યા- જે સંખ્યાને બેથી વધુ અવયવ હોય તેને વિભાજ્ય સંખ્યા કહે છે.
4 અવયવ – 1, 2, 4 (2એ 1 ઘડીયામાં, 2 ઘડીયામાં અને 4 ઘડીયામાં આવે છે. ) જેથી 4 વિભાજ્ય સંખ્યા છે.
Leave a Reply